हम लोग नर्सरी से...
फूल घर लेके आते हैं...!
और अपने फूल को...
नर्सरी में छोड़ आते हैं...!
બોર્ડની પરીક્ષા : બાળક સાથે બિઝનેસ
આ
વખતે ડેડ લાઇન છે 5 મી
માર્ચ. જી હા, દસમા અને બારમાની
પરીક્ષાઓ 'માથા' પર છે. આવા સંજોગોમાં
પરીક્ષાની છેલ્લી ઘડીઓ ગણાતી હોય ત્યારે જ મોસ્ટ કોમન ફરિયાદો આવે છે તે આ મુજબ છે.
'ડૉક્ટર, મને વાંચેલું યાદ
રહેતું નથી. હું એકઝામ આપવા બેસું ત્યારે એકઝામ હોલમાં જતાં જ સાવ બ્લેન્ક થઈ
જઉં છું. મારા હાથ-પગનાં તળિયામાં અને કપાળે પરસેવો થઈ જાય છે.
મારું મગજ બહેર મારી ગયું છે. મને આગળ
ધારેલી લાઈનમાં એડમિશન નહીં મળે તો ખલાસ. જીવન આખું નિષ્કળ થઈ જશે.
95 %થી વધારે માર્ક નહીં આવે તો
હું શું કરીશ? રાત્રે જાગું છું ને દિવસે ઊંઘ આવ્યા કરે છે.
આઈ થિંક આઈ એમ નોટ ફિટ ફોર ધિસ વર્લ્ડ, અરે!
એમ કહોને કે આપણી સિસ્ટમ જ નકામી છે. મારે ભણવું જ નથી.'
આ
પ્રકારના ડાયલોગ્સ આજકાલ બોર્ડની પરીક્ષામાંથી પસાર થતા ‘પરિવારો’માં સંભાળતા
હશે. પરીક્ષા સમયે ઘરનું વાતાવરણ ભયંકર સિરિયસ થઈ જાય છે. જાણે કોઈ અનહોની બનવાની
ન હોય! માતા-પિતાઓના બ્લડપ્રેશર હાઈ થઈ જતા હોય છે. ‘ છોકરો-છોકરી ભણશે નહીં તો
એની કરિયરનું શું ?' આપણે
તો ડોક્ટર કે એન્જિનિયર ન બની શક્યા, પણ
આપણું સંતાન તો બની જ શકેને! આટલો હોશિયાર સંતાન હોય અને ટકા નહીં આવે તો શું થશે?
સંતાનોને
તો સાયકોથેરપી દ્વારા મદદ કરી શકાય છે, પરંતુ
મારે ખાસ માતા-પિતાઓને ટિપ્સ આપવી છે.
1.
તમારું સંતાન એની કેપેસિટી
પ્રમાણે આખું વર્ષ ભણ્યું છે. એને વારંવાર પરીક્ષાની તારીખ અને બાકી રહેલા દિવસો
કે કલાકો યાદ કરાવીને ગભરાવી ન મૂકો.
2.
એની સાથે પ્રેમ અને સપોર્ટથી
વાતચીત કરો. કેટલાક આ વાતચીતનો અર્થ ‘ઉપદેશો’ કે ‘સૂચનાઓ' એવો
કરે છે,
જે યોગ્ય નથી, પરીક્ષા
કે ભણવા સિવાયની વાતચીત પણ કરી શકાય, આમ
પણ ચોવીસ કલાક પરીક્ષાના પ્રેશરમાં રહેલો વિદ્યાર્થી તમારી પાસે કમ્ફર્ટની અને
સ્ટ્રેસ ફ્રી માહોલની અપેક્ષા નહીં રાખે, તો
કોની પાસે જશે?
3.
એને સ્પષ્ટ કહો કે 'કોઈપણ પરિસ્થિતિમાં ઘરના બધા તારી સાથે જ છે, વી
આર લાઈક ફ્રેન્ડસ, અમને
તારામાં પૂરો વિશ્વાસ છે, તારું
જે પરિણામ આવે તે અમને બધાને સંપૂર્ણ કબૂલ જ હોય, તારે
પરિણામની ચિંતા હવે કરવાની નથી.'
4.
આજનો વિદ્યાર્થી વધુ સક્ષમ, સતેજ
અને સગવડો ધરાવતો થયો છે, એનો
મતલબ એ નહીં કે તમે વારંવાર એને યાદ કરાવ્યા કરો કે અમારા જમાનામાં તો અમે રસ્તા
પરની લાઇટ નીચે કે દીવાના પ્રકાશમાં વાંચતા હતા.'
યાદ
રાખો, તમે
તમારા સંતાનને ભણાવવા પાછળ જે રૂપિયા ખર્ચ્યા છે તેનું વળતરે ટકામાં માગશો તે
‘બાળકો સાથે બિઝનેસ' કહેવાશે.
એના બદલે એને પોઝિટિવ પ્રેરણા આપી મજબૂત બનાવો. પરીક્ષા
જતી રહેશે, પણ કોઈ માનસિક રોગ
કાયમી ઘૂસી જશે તો હેરાન થશો.
વિનિંગ સ્ટ્રોક: દરેક
વ્યવસાયની પોતાની શ્રેષ્ઠ બાબતો હોય છે. કોઈ કામ ઊંચું કે નીચું નથી હોતું, તમે
એ કેવી રીતે કરો છો એના પર સફળતાનો આધાર હોય છે.
સૌજન્ય:
દિવ્ય ભાસ્કર, ‘મનદુરસ્તી’, ડૉ.પ્રશાંત
ભીમાણી, drprashantbhimani@yahoo.co.in
જાપાનમાં પરીક્ષાના પહેલાં બાળકોના માતપિતાને
સ્કુલના આચાર્ય એક પત્ર લખ્યો.
વ્હાલા વાલી
મિત્રો,
મને
ખબર છે કે તમે તમારા બાળકના પરીક્ષામાં સારા પ્રદર્શનને લઇને ખુબજ ચિંતિત છો. પરંતુ
એક વસ્તુ યાદ રાખજો આ જે
બાળકો પરીક્ષા
આપી રહ્યા છે તેમાં...
કેટલાક
ભવિષ્યના સારા કલાકાર પણ છે જેમને ગણિત શીખવાની કોઈ જરૂર નથી.
કેટલાક
ભવિષ્યની મોટી મોટી કંપનીના પ્રતિનિધિ
પણ બેઠા છે જેમને ઇતિહાસ કે સાહિત્ય
સમજવાની કોઈ જરૂર નથી.
કેટલાક
મહાન સંગીતકાર પણ
છે જેમને વિજ્ઞાનના ગુણની કોઈ જરૂર નથી.
કેટલાક
સારા રમતવીરો પણ
છે જેમના માટે આ તમામ વિષયોને સમજવાની કોઈ જરૂર નથી. તેમના
માટે ફિટનેસ
પૂરતી છે.
જો
તમારું બાળક સારા માર્ક્સ લાવે છે તો બહુ જ સારી બાબત છે પણ જો નથી લાવતો તો
બાળકને તેના સ્વાભિમાન નું અપમાન કરી
તેનો આત્મવિશ્વાસ તોડશો નહીં.
જો
તે સારા ગુણ ના લાવી શકે તો ફક્ત તેને હિમ્મત આપજો
અને કહેજો કે આ એક સામાન્ય પરીક્ષા છે. તારો
જન્મ તો આ બધા કરતા મહાન કાર્ય કરવા માટે થયો છે.
જો
તે ઓછા માર્ક્સ લાવે તો કઈ દો કે તુ અમારો વ્હાલો દીકરો
કે દીકરી
છે અને અમે તને ખૂબ જ પ્રેમ કરીએ
છીએ. અને જો તમે આવું કર્યુ તો તમારું બાળક દુનિયા જીતી
લેશે.
એક 100 માર્ક્સના
પેપરથી તમારા બાળકનું ટેલેન્ટ ક્યારેય
નક્કી ના થઇ શકે.
તમારા
બાળકોને એક સારા માણસ બનવાની શિક્ષા આપજો.
----------------------------------------------------------------------------
हम-तुम जैसे बन जाएँगे
आज बच्चों को शोर मचाने दो
कल जब ये बड़े हो जाएँगे
ख़ामोश ज़िंदगी बिताएँगे
हम-तुम जैसे बन जाएँगे
गेंदों से तोड़ने दो शीशें
कल जब ये बड़े हो जाएँगे
दिल तोड़ेंगे या ख़ुद टूट जाएँगे
हम-तुम जैसे बन जाएँगे
बोलने दो बेहिसाब इन्हें
कल जब ये बड़े हो जाएँगे
इनके भी होंठ सिल जाएँगे
हम-तुम जैसे बन जाएँगे
दोस्तों संग छुट्टियों मनाने दो
कल जब ये बड़े हो जाएँगे
दोस्ती-छुट्टी को तरस जाएँगे
हम-तुम जैसे बन जाएँगे
भरने दो इन्हें सपनों की उड़ान
कल जब ये बड़े हो जाएँगे
पर इनके भी कट जाएँगे
हम-तुम जैसे बन जाएँगे
बनाने दो इन्हें काग़ज़ की कश्ती
कल जब ये बड़े हो जाएँगे
ऑफ़िस के काग़ज़ों में खो जाएँगे
हम-तुम जैसे बन जाएँगे
खाने दो जो दिल चाहे इनका
कल जब ये बड़े हो जाएँगे
हर दाने की कैलोरी गिनाएँगे
हम-तुम जैसे बन जाएँगे
रहने दो आज मासूम इन्हें
कल जब ये बड़े हो जाएँगे
ये भी “समझदार” हो जाएँगे
हम-तुम जैसे बन जाएँगे
સંકલિત
Via
WhatsApp Messenger.
================================
બાળકો સાથેની દાદાગીરી
આપણે બાળકોને આપણું એક્સટેન્શન સમજીએ છીએ.
એની આવડત, પરફોર્મન્સ, સફળતા
આપણા માટે પ્રેસ્ટીજ ઈશ્યુ હોય છે. આપણે એવી ગેરમાન્યતાથી પીડાતા હોઈએ છીએ કે આપણા બાળકોના
પરફોર્મન્સને આધારે આ જગત, આ
સમાજ આપણને જજ કરશે. અને માટે આપણું બાળક કોઈપણ વાત માં સામાન્ય રહી જાય, એ
આપણને મંજૂર નથી હોતું. આપણી અધૂરી રહી ગયેલી ઈચ્છા, આગળ નીકળી
જવાની મહત્ત્વાકાંક્ષા તથા સમાજની તાળીઓ અને વાહવાહી ઉઘરાવવા માટે આપણે અવારનવાર
આપણા બાળકોનો સાધન તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એ નગ્ન સત્ય છે.
ઘોડા ગાડી માં બાંધેલા ઘોડાને પણ ચાબુક મારતી
વખતે એવું જ સમજાવવામાં આવે છે કે તારે વજન ઉપાડીને દોડવું પડશે કારણકે એ જ તારા
સારા માટે છે. અપેક્ષાઓના ખીલા સાથે બંધાઈ ગયેલા ઘોડા પાસે આ સમજણ સ્વીકાર્યા
સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો. ધીમે ધીમે ઘોડો પણ એવું જ માનવા લાગે છે કે
અસ્તિત્વની આ દોડમાં ટકી રહેવા માટે ભાર વહન કર્યા અને દોડ્યા સિવાય છૂટકો જ નથી.
પોતાના બાળકને અસામાન્ય અને હોનહાર સાબિત કરવાના
યજ્ઞ માં દરેક વાલીઓ મચી પડ્યા છે, પોતાના વહાલા
બાળકોની આહુતિ આપવા માટે. ક્યારેક એવું લાગે છે કે આ હરીફાઈ બાળકો વચ્ચે છે જ નહીં, વાલીઓ
વચ્ચે છે. કશુંક ન આવડવાથી કે ઓછા માર્ક્સથી બાળકોને કશું જ ફરક નથી પડતો. પીડા
આપણને થતી હોય છે કારણ કે એમાં આપણ
ને આપણી હાર દેખાય છે. સફળતા-નિષ્ફળતા,આવડત-અણઆવડતના
કોઈપણ જાતના લેબલ વિના બાળક તો પોતાની મસ્તીમાં રમતું જ હોય છે.
આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણે બાળકોને
પ્રોડક્ટ તરીકે ટ્રીટ કરીએ છીએ, જીવ
તરીકે નહીં. એમની કામયાબી પર એમને શાબાશી આપવા કરતા એમની સફળતા પ્રોજેક્ટ કરવામાં
અને લોકો સુધી પહોંચાડવામાં આપણને વધારે રસ હોય છે. આપણી પ્રોડક્ટ માર્કેટમાં કેવી
સરસ ચાલી રહી છે, એ
વાતનો ગર્વ લેતી વખતે આપણે એ જાણતા નથી કે સોશિયલ મીડિયા કે છાપામાં આવવા કે ન
આવવાથી બાળકને તસુભાર પણ ફેર નથી પડતો. હરીફાઈની માંદી માનસિકતા આપણે જ આપણા
બાળકોને વારસામાં આપીએ છીએ.
સ્વિમિંગ, સ્કેટિંગ, ડાન્સિંગ, પેઇન્ટિંગ
વગેરે પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહેલા બાળક
પાસે એ વિચારવાનો વિકલ્પ જ નથી હોતો કે મારે શું કરવું છે ? બાળપણમાં
કાંઈ જ ન કરવું એ પણ એક પ્રવૃત્તિ છે, જેનાથી
ઘણા બાળકો વંચિત રહી જાય છે. કારણ કે આ સમયગાળા દરમિયાન બાળક વિચારતા શીખે છે.
મોટાભાગના બાળકો આપણે આપેલા ટાર્ગેટ
પૂરા કરવા માં એક 'કર્મચારી’
બનીને રહી જાય છે. પછી એ આજીવન સ્વતંત્ર વિચારવા ને બદલે સતત કોઈ ટાર્ગેટ પૂરા
કરવાની માનસિકતા થી પીડાય છે. મિત્રો કે સંબંધીઓ સામે આપણા બાળકો ની ઉપલબ્ધીઓ રજૂ
કરતી વખતે એવું નથી લાગતું કે આપણે બાળકને ડેમો પીસ બનાવી દીધો છે? એક
વાલી તરીકે એ આપણી સૌથી મોટી હાર છે જો
આપણા બાળકો પણ એવું જ વિચારતા હોય જેવું આપણે વિચારીએ છીએ. એનો અર્થ એટલો જ થાય કે
આપણે બાળકોમાંથી બીબા બનાવીએ છીએ, વિચારશીલ
નાગરિક નહિ.
સંદર્ભ:
અજવાળાનો
ઓટોગ્રાફ,
ડો.
નિમિત્ત ઓઝા,
vrushtiurologyclinic@yahoo.com
દિવ્ય
ભાસ્કર , તારીખ: 6 નવેમ્બર 2019, બુધવાર, કળશ
પૂર્તિ, પેજ
નંબર:5
==========================================
"
What Went Wrong ? " Must
read... " ગરબડ ક્યાં થઈ ?? "
એક
બહુ જ હોશિયાર છોકરો હતો... હમેશા ફર્સ્ટ જ આવતો...
આવા
છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકસન મળી જાતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું...
IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ
ને MBA કર્યું..
તરત જ
નોકરી મળી ગઈ અને દેશ માં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટ માં આરામ ની જિંદગી જીવવા લાગ્યો...
સુખ
અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી...
What
Went Wrong ? ગડબડ ક્યાં થઈ ?
આ
પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા
કરી ને સ્યૂસાઇડ નોટ માં લખ્યું કે અત્યાર ની પરિસ્થિતી માં આ જ પગલું શ્રેષ્ઠ છે !!!
એના આ
કેસ ને અને સ્યૂસાઇડ નોટ ને California Institute of Clinical
Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે
સ્ટડી કર્યું !!!
કારણો
મળ્યા...
અમેરિકા
ની આર્થિક મંદી ના લીધે એની નોકરી ગઈ... પછી બીજી નોકરી મળી જ નહીં... પગાર ઓછો
કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાન ના હપ્તા અને
ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ...
થોડા
દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ
સમય માં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!
આ કેસ
ને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે " This
man was programmed for success but he was not trained how to handle failure.
" મતલબ કે આ વ્યક્તિ ને સફળ કેમ થાવું એ તો શિખડાવવા માં
આવ્યું હતું પણ અસફળતા નો સામનો કેમ કરવો એ નોતુ શિખડાવ્યું !!!
એના
માં બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયા ના ઉતાર ચડાવ
દેખાડયા જ નહીં અને બસ રૂમ માં બેસાડી ને ભણ-ભણ જ કહ્યે રાખ્યું...
મિત્રો, બાળકો ને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયા માં કેમ ટકવુ એ
સંસ્કાર અને શીખ પણ આપો...
દરેક
પરિસ્થિતી નો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો
અને શહનશીલતા રાખવી એ પણ શિખડાવો !!! -
====================
બચપન આખું મોબાઇલ રમે...
નથી
રમાતી આઇસ-પાઇસ,કે
નથી
રમાતો હવે થપ્પો,
એક
બીલાડી જાડી હવે,
નથી
પહેરતી સાડી,
બચપન
આખું મોબાઇલ રમે.....
નથી
કહેવાતી કોઇ વારતા,
નથી
વેરાતાં બોખા વહાલ,
દાદા
કરે ફેસબુક અને
દાદી
યુ-ટ્યુબ માં ગુલતાન!
બચપન
આખું મોબાઇલ રમે...
મમ્મી
હવે ક્યાં રાંધે છે,
બાઇ
ની રસોઇ નો છે સ્વાદ,
પપ્પા
પણ સદાય ઘાંઘા થૈ,
આપે
લાઇક અને આપે દાદ!
બચપન
આખું મોબાઇલ રમે....
કન્યા
વ્યસ્ત છે સેલ્ફી માં,
વરરાજા
પણ બહુ વ્યસ્ત,
વિધી
વિધાન ની ઐસીતૈસી,
સૌ
સૌમાં છે બસ મસ્ત!
બચપન
આખું મોબાઇલ રમે....
બધા
કરે ગુટુર-ગુ હવે,
વોટ્સેપ
ના સથવારે,
કવિઓ
પણ જો ને ચઢી ગયા,
ફેસબુક
ના રવાડે,
બચપન
આખું મોબાઇલ રમે...
ડીજીટલ
અમે હસીએ હવે,
ડીજીટલ
અમારું રુદન,
લાગણી
ઓ અંગુઠે વ્યક્ત થાય,
એવા
થયા બધા સંબંધ!
બચપન
આખું મોબાઇલ રમે...
પાંચ
ઇંચ ના સ્ક્રીન માં
બધું
સુખ જઇ ને સમાયું,
આ
રમકડું આમ રમવામાં,
પોતીકું
સ્વજન ભૂલાયું!
બચપન
આખું મોબાઇલ રમે...
લોકો
ભલે ને ગમે તે કહે,
અમને
બહુ મજા આવે છે,
જબરું
થયું હવે તો જગમાં,
માણસ
કરતાં મોબાઇલ વધુ ફાવે છે!
બચપન
આખું મોબાઇલ રમે....
*– મેહુલ ભટ્ટ (૨૬/૩/૧૯)*
==========
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે!!
મને એ જોઈ હસવું હજાર વાર આવે છે
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે!!
પચરંગી યુનિફોર્મ ને પીળા રંગની ગાડી!
ગામડે ગામડેથી છોકરા વીણી લાવે છે.
ભાડું વસુલે મસમોટુને વળી એને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ગણાવેછે
કોમ્પ્લેક્ષમાં સ્કૂલો ચલાવી સર્વાંગી વિકાસ બતાવે છે
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે!!!
બે જોડી યુનિફોર્મ, બુટ મોજા ટાઈથી ટેણીયાં ને ટનાટન બનાવે છે
ગણિતમાં "સો" એતો સમજ્યા ભાઈને વળી ગુજરાતીમાંય સો!!
આઈન્સ્ટાઈન ને અખો એક સાથે બનાવે છે
કે.જી નું બાળક, ચિત્રમાં અઠ્ઠાણું ને સંગીતમાં સત્તાણું!!
પિકાસોને રોવડાવી મારા રહેમાનને શરમાવે છે
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે!!!
ઇંગલિશ મીડિયમનું ગૌરવ ને ગુજરાતીની સુગ!
ગુજરાતમા જ રહીને મેઘાણી,કલાપી કે પછી
તુષાર શુક્લની સામે જ રોલેટ એકટ" ચલાવે છે
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે !!!
નોન ક્વોલિફાઇડ સ્ટાફ ને વળી ગુણવત્તા વાળું શિક્ષણ?
નેવુંનો કલાસ ને નેવુંયે બાળકોને નેવું ઉપર ટકા આવે છે!!
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે!!!!
આ પ્રાઇવેટ વાળા હાટડી ચલાવે છે!!
પૈસા કમાવા માટે, કેવા ઉઠીયાણ બનાવે છે!!!!
0 Comments